top of page

તાઉ'તે ગરોળીનું નામ છે.વાવાઝોડા પહેલાં,વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ શું કરશો ?

Updated: May 17, 2021

કોરોના કાળ વચ્ચે દેશના વિવિધ રાજ્યો સાથે ગુજરાતમાં ત્રાટકનાર ‘તાઉ'તે વાવાઝોડું હાલ ટોક ઓફ ધ ટાઉન છે. વાવાઝોડા દરમ્યાન લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા માટે વાવાઝોડા પહેલાં,વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ તકેદારી અને જાગૃત્તિ રાખવાથી પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત રાખી શકાય છે.આવો આ સમયે સામાન્ય પણ મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન રાખીએ અને તે નિયમોનું પાલન કરીએ.




વાવાઝોડા પહેલાની તૈયારીમાં શું કરશો ?

o રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો. જેમ કે ભારે/તૂટેલી વસ્તુઓ ખુલ્લામાં અને ઊંચાઈએ મૂકેલી હોય તો તરત સાચવો

o અધિકૃત સ્રોતમાંથી સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો.

o આ સમયે રેડિયો મહત્વનો છે.આપના રેડીયો સેટને ચાલું હાલતમાં રાખો, ચકાસી લો.

o સ્થાનિક વહીવટીતંત્ર/અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરો.

o ઢોર-ઢાંખરને ખૂંટાથી છુટા કરી રાખો.

o માછીમારોએ દરિયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી.

o અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું.

o આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાન રાખો.

o જીવનનિર્વાહ માટે સુકો નાસ્તો,પાણી,ધાબળા,કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો.

o અગત્ય ટેલીફોન નંબર હાથવગા રાખો (૧૦૭૭ ડિઝાસ્ટર ઇમર્જન્સી ટોલ ફ્રી નંબર છે.આ સિવાય ૧૦૦ ઇમર્જન્સી અને પોલીસ,૧૦૮ એમ્બ્યુલન્સ. ૧૮૧ મહિલા અભયમ અને ૧૦૯૬ જિંદગી સહાય).

o અફવાથી બચો

o કિંમતી દસ્તાવેજો અને દસ્તાવેજો વોટરપ્રૂફ બેગમાં સાચવો

o મોબાઈલ,પાવરબેન્ક,લેપટોપ પૂરતા પ્રમાણમાં ફૂલચાર્જ કરો. ભારેપવન/વરસાદ થકી પાવરકટ સર્જાઈ શકે છે.



વાવાઝોડા દરમિયાન શું ધ્યાન રાખશો ?

o જર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લ્યો

o રેડિયો પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો.

o વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં.

o વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી.

o વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા સલાહ આપી આપવી.

o દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઊભા રહેશો નહીં.

o વીજળીના થાંભલાથી દૂર રહેવા સલાહ આપવી.

o માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી.

o અગરિયાઓએ અગરો છોડી સલામત સ્થળે આશરો લેવો.

o ખોટી અથવા અધૂરી જાણકારી વાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરો.

( હવામાન ખાતાની અધિકૃત વેબસાઈટ https://mausam.imd.gov.in)


વાવાઝોડા બાદ કરવાની કાર્યવાહી

o બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ મ્યુનિસિપાલિટી કંટ્રોલરૂમ તથા તમામ અધિકારીઓની મદદ લેવી.

o અસરગ્રસ્તોની મદદ કરવી બચાવ કરવો, સલામત સ્થળે લઈ જવા.

o જરૂર પડે તબીબી સારવાર તાત્કાલીક મળી રહે તેવી વ્યવસ્થા કરવી.

o હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓ અને અનુસરવું તથા સતત સંપર્કમાં રહેવું.

o અજાણયા વીજતારોને અડકવાનું સાહસ ન કરો

o અજાણ્યા ભરાયેલા પાણીના પ્રવાહમાં ન જાઓ



વાવાઝોડાની છઠ્ઠી કોણ કરે છે ?

આપણે હાલમાં નવા નવા નામ જોઈએ તો નવાઈ લગતી હોય છે. પણ જાણવું જરૂરી છે કે,વિવિધ દેશો સાથે મળીને આ નામકરણ કરે છે.જેમાં અલગ અલગ નામો પહેલાંથી જ આપી દેવાયા હોય છે. આ નામકરણ માટે સંગઠન પણ બનાવવામાં આવ્યું છે.જેમાં વિવિધ દેશોનો સમાવેશ પણ કરાયો છે.World Meteorological Organization/United Nations Economic and Social Commission for Asia and the Pacific (WMO/ESCAP) Panel on Tropical Cyclones (PTC) નક્કી કરે છે.આ નામ નક્કી કરનારા ૧૩ દેશોમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, માલદીવ, શ્રીલંકા, ઓમાન અને થાઈલેન્ડ સહિતના દેશો સમાવિત છે.વિવિધ દેશના નામ પહેલાં અક્ષર અનુસાર તેમનો ક્રમ નક્કી થાય છે.તે ક્રમના આધારે જે દેશ વાવાઝોડાનું નામ સૂચવે છે.જુઓ ક્યાં દેશ અને ક્યુ નામ આપશે ?


(દેશ પ્રમાણે વાવાઝોડાના નામ અને તેની સૂચિ )


મ્યાનમારે આપેલું તાઉ'તે નામ જોરથી બોલતી ગરોળીનું છે

અત્યારે તાઉ'તે (Tropical Cyclone Tauktae) નામ રાજ્ય સાથે દેશભરમાં ચર્ચાનો વિષય છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે તાઉ'તે નામ જે મ્યાનમાર દ્વારા અપાયું છે તે ગરોળીનું નામ છે. જે જોરથી બોલે છે. અંગ્રેજીમાં તેનો ગેકો પણ કહેવાય છે.




(વાવાઝોડું જે નામનું છે તે તાઉ'તે ગરોળી)


વાવાઝોડું એટલે શું ?

વાવાઝોડું વર્તુળાકાર ઘૂમતું અને ભારે વેગથી ફૂંકાતા હવાનું તોફાન છે.જે દરિયામથી પેદા થઈને જમીન પર આવે છે. વાતાવરણમાં હવાના દબાણના કારણે અરબી સમુદ્ર કે બંગાળના અખાતમાં સર્જાતા આ વર્તુળાકાર પવનો ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધીને જમીન પર ત્રાટકતા હોય છે.જેના કારણે વરસાદ પણ વરસે છે.વાવાઝોડું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગોળ ફરે છે અને દરિયાની સપાટીથી ૮-૧૨ કિમિ ઊંચાઈ સુધીનું પણ હોઈ શકે છે અને ૨૦-૫૦ કિમી પહોળું પણ હોય છે.વાવાઝોડાની વચ્ચે આવેલ શાંત કેન્દ્રને 'આંખ' કહેવાય છે.


વાવાઝોડું કઈ રીતે આવે છે ?

ભારતમાં પ્રચંડ ગરમીનું મોજું વાવાઝોડાને પેદા કરે છે,હવા ગરમ થવાથી હલકી થાય છે અને ઉપર ઉઠે છે જેથી કરીને લો-પ્રેસર સર્જાય છે.આ જગ્યા ભરવા બીજા પવનો આ તરફ આગળ વધે છે.આ રીતે અરબી સમુદ્રમાંથી વરાળ સાથેનું વાદળોનું પ્રચંડ સમૂહ આગળ ગતિ કરીને દરિયાકાંઠા પર દબાણક્ષેત્ર તરફ આગળ વધે છે.



ગુજરાતમાં ક્યાંથી અને ક્યાં ક્યાં વાવાઝોડું આવે છે ?

ગુજરાતમાં મોટા ભાગે અરબી સમુદ્રમાંથી વાવાઝોડું આવે છે અને ઉત્તર,ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધતું હોય છે.ખાસ કરીને રાજ્યમાં કચ્છ,રાજકોટ,જામનગર,પોરબંદર,જૂનાગઢ,અમરેલી,ભાવનગર,ભરૂચ,સુરત અને વલસાડ સહિતના વિસ્તારોમાં ત્રાટકે છે.




2,731 views1 comment
bottom of page